HomeGujaratSuratસુરત સિવિલ હોસ્પિટલ: સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક હેમખેમ મળ્યું

સુરત સિવિલ હોસ્પિટલ: સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક હેમખેમ મળ્યું

સુરત સિવિલ હોસ્પિટલ: સુરતની સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરીની ઘટનાથી ચકચાર મચી ગયો હતો. જોકે હવે સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક હેમખેમ મળ્યું.

સુરત સિવિલ હોસ્પિટલ: સુરતની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી. નવજાત બાળકની ચોરી થઇ હતી, CCTV ચેક કરીને સઘન તપાસ હાથ ધરીને નવજાત શિશુની ચોરી કરનાર મહિલાને દબોચી લેવામાં આવી છે.

સુરત સિવિલ હોસ્પિટલ

  • સ્ટેમસેલ બિલ્ડિંગમાંથી નવજાત બાળકની ચોરી
  • સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક હેમખેમ મળ્યું
  • નવજાત શિશુની ચોરી કરનાર મહિલાને દબોચી લેવામાં આવી છે

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શહેરના સ્ટેમસેલ બિલ્ડિંગમાંથી એક નવજાત બાળકની ચોરી થઈ હોવાની ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગતરાત્રિના નવ વાગ્યાની આસપાસ રાધા રાજુ જા નામની 32 વર્ષની મહિલાએ બાળકની ચોરી કરી હતી.

બાળકને શાંત કરવાના નામે મહિલા બાળકને ઉઠાવીને પોતાના ઘરે લઈ ગઈ હતી. બાળક નવજાત હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ બાળકના અપહરણને લઈને સિવિલ હોસ્પિટલના તંત્ર સામે સવાલો ઉભા થયા હતાં.

આ પણ ખાસ વાંચો:

આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને નવજાત શિશુની શોધખોળ શરુ કરી હતી. અંદાજીત 200થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યાં હતાં. આખરે 16 કલાકની જહેમત બાદ નવજાત બાળક નવાગામ ડિંડોલીમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી હેમખેમ મળી આવ્યું હતું. સાથે જ બાળકને ઉઠાવી જનારી મહિલા અને તેના પતિને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ આવીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments