શિક્ષણ સહાયક ભરતી: રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર મળી રહ્યા છે, શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવામાં આવ્યો.
શિક્ષણ સહાયક ભરતી: ગુજરાતના શિક્ષકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણલક્ષી મોટો નિર્ણય લીધો છે. આ અંગે શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે (Dr. Kuber Dindor) સોશિયલ મીડિયા પર મહત્ત્વની પોસ્ટ કરી માહિતી આપી છે.
શિક્ષણ સહાયક ભરતી
- રાજ્ય સરકાર દ્વારા વર્તમાન ભરતીમાં બેઠકોમાં વધારો કરાયો
- વર્તમાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ સહાયકની કુલ 10,700 બેઠકો પર ભરતી થશે
- 3,178 જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે
Shikshan Sahayak Bharti ને લઈને સારા સમાચાર
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય..@CMOGuj l @InfoGujarat l @PMOIndia pic.twitter.com/eP6LlAxmIP
— Dr. Kuber Dindor (@kuberdindor) March 21, 2025
શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કર્યો છે. જે અંતર્ગત જુના શિક્ષક તરીકે 2230 શિક્ષકોને શાળા ફાળવણીની અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જે અંતર્ગત ખાલી રહેતી 3,178 જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે.
આ પણ ખાસ વાંચો:
- Gujarat GDS Result 2025: ગુજરાત ગ્રામીણ ડાક સેવક રિજલ્ટ 2025 જાહેર કરવામાં આવ્યુ
- Link Aadhaar Card With Voter Card: પાન કાર્ડ બાદ હવે ચુંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે કરાશે લિંક
- World Water Day 2025: વિશ્વ જળ દિવસ 2025 પાણીના સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું
હાલમાં ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓનો ઉમેરો કરી કુલ અંદાજિત 10,700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરે સોસીયલ મીડિયા x પર આ માહિતી આપી છે.