Gujarat GDS Result 2025: ભારતીય ટપાલ વિભાગે 2025માં ગ્રામીણ ડાક સેવક (GDS)ની 21,413 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં ગુજરાત રાજ્ય પણ સામેલ છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી 3 માર્ચ, 2025 સુધી ચાલી હતી.
Gujarat GDS Result 2025: પસંદગી પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી; ઉમેદવારોની પસંદગી ધોરણ 10ના ગુણોના આધારે તૈયાર કરવામાં આવેલી મેરિટ યાદી પરથી કરવામાં આવે છે.
Gujarat GDS Result 2025 – ગુજરાત ગ્રામીણ ડાક સેવક રિજલ્ટ 2025 જાહેર
સંસ્થાનું નામ | ઈન્ડિયા પોસ્ટ |
પોસ્ટનું નામ | ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવક |
વેકેન્સી | 21,413 (ગુજરાતમાં 1203) |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓનલાઈન અરજીની શરૂ થવાની તારીખ | 10 ફેબ્રુઆરી 2025 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 3 માર્ચ 2025 |
ગુજરાત ગ્રામીણ ડાક સેવક રિજલ્ટ | અહીંથી ચેક કરો |
ભારતીય ટપાલ વિભાગે GDS માટેની મેરિટ યાદી 21 માર્ચ, 2025ના રોજ જાહેર કરી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઈને રાજ્યવાર મેરિટ યાદી જોઈ શકે છે.
આ પણ ખાસ વાંચો:
- Jija Sala Jija Trailer: હાસ્યથી ભરપુર જીજા સાલા જીજા ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યુ
- CharDham Yatra Registration 2025: ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન 2025 શરુ, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન રજીસ્ટ્રેશન
- Ram Navami 2025 Date: જાણો રામ નવમી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ માહિતી
પસંદ થયેલા ઉમેદવારોને તેમના મૂળ દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી દસ્તાવેજોની સફળ ચકાસણી બાદ કરવામાં આવશે.
ગુજરાત GDS રિજલ્ટ 2025 કેવી રીતે ચકાસવું?
સ્ટેપ 1. સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
સ્ટેપ 2. “GDS Merit List 2025” પર ક્લિક કરો.
સ્ટેપ 3. તમારું રાજ્ય (ગુજરાત) પસંદ કરો.
સ્ટેપ 4. PDF ફોર્મેટમાં રિઝલ્ટ ડાઉનલોડ કરો અને તમારું નામ અથવા રજિસ્ટ્રેશન નંબર તપાસો.
Gujarat GDS Result 2025 PDF File