HomeGujaratChhotaudepurGer Mela 2025: વિશ્વ વિખ્યાત ગેર મેળો 2025 કવાંટ ખાતે યોજાયો

Ger Mela 2025: વિશ્વ વિખ્યાત ગેર મેળો 2025 કવાંટ ખાતે યોજાયો

Ger Mela 2025: આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ વિખ્યાત ગેર મેળો 2025નું અનોખું મહત્વ છે. જે કવાંટ ખાતે હોળી દરમિયાન યોજાય છે.

Ger Mela 2025: છોટાઉદેપુર જીલ્લાના કવાંટ ખાતે ગેર મેળાનું આયોજન થાય છે. હોળી બાદ ત્રીજા દિવસે આ ભવ્ય વિશ્વ વિખ્યાત ગેર મેળાનું આયોજન થાય છે, ત્યારે રવિવારે (16 માર્ચ, 2025) કવાંટ ખાતે યોજાયેલા ગેર મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સહિત દેશ-વિદેશથી પર્યટકો આ ગેર મેળાનો લ્હાવો લેવા માટે આવ્યા હતા.

Ger Mela 2025 – ગેર મેળો 2025

  • છોટાઉદેપુર જીલ્લાના કવાંટ ખાતે ગેર મેળાનું આયોજન
  • વિશ્વ વિખ્યાત ગેર મેળો 2025નું અનોખું મહત્વ છે
  • હોળી બાદ ત્રીજા દિવસે આ ભવ્ય વિશ્વ વિખ્યાત ગેર મેળાનું આયોજન થાય છે

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આદિવાસી જીવનના પરંપરાગત પહેરવેશ અને આભૂષણ સાથે-સાથે શૃંગાર, સંગીત અને નૃત્ય દ્વારા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ કરાવતાં ‘ગેર મેળો’ વર્ષોથી ઉજવવામાં આવે છે. આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં હોળીના તહેવારનું સવિશેષ મહત્વ છે. તેથી જ હોળી પૂર્વેના ૮ દિવસ ના ભંગોરિયા મેળા અને હોળી બાદ અગિયારસ સુધી યોજાતા ભાતિગળ લોકમેળામાં લોકો ઉમટી પડતા હોય છે. હોળીના બાદ ત્રીજા દિવસે યોજાતો ગેરનો મેળો ક્વાંટ ખાતે યોજાયો છે.

આ મેળાને માણવા, દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સરકાર દ્વારા ભાતિગળ મેળા માટે વિશેષ આયોજન કર્યું હતું. આદિવાસી કલાકારો માટે વિવિધ સ્પર્ધા યોજી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે આદિવાસી હસ્ત કલાકારોને સ્ટોલ આપી રોજગારી માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ ખાસ વાંચો:

વધુમાં પારંપરિક નૃત્ય કલાકારોને એડવાન્સમાં સહાય આપી તેમને મદદરૂપ થયા હતા. મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિત, આગેવાનોએ, મેળામાં ઉપસ્થિત કલાકારોને, આવકાર્યા અને બિરદાવાયા હતા. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની હેરિટેજ યાદીમાં કવાંટના ગેર મેળાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

આ મેળામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અલગ અલગ ડિઝાઇનમાં આદિવાસી પરંપરાગત પહેરવેશ પહેરીને આવતી ટુકડીઓ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી આદિવાસીઓ મોટલા, ઢોલ દદુડી અને વાંસળીના તાલે આદિવાસી પહેરવેશ અને આદિવાસી આભૂષણોથી સજ્જ થઈ મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા ત્યારે આદિવાસી સમાજે આજે પણ પોતાની રૂઢિઓ અને સંસ્કાર ભુલીયા નથી તે આજની ઉજવણી થી સ્પષ્ટ થઇ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments