Pakistan Train Hijacked: પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેકના સમાચાર મળી રહ્યા છે, બલુચ લીબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેને બોલનમાં જઈને ટ્રેન હાઇજેક કરી છે.
Pakistan Train Hijacked: પાકિસ્તાનમાં મુસાફર ભરેલી એક્સપ્રેસ ટ્રેન હાઈજેક, ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ હાઈજેક થઈ છે. આ અથડામણમાં 6 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાના અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય આંતકવાદીઓએ પાકિસ્તાનને ધમકી આપી છે કે જો સૈન્ય કાર્યવાહી થશે તો તેઓ મુસાફરોને મારી નાખશે.
Pakistan Train Hijacked – પાકિસ્તાન ટ્રેન હાઇજેક
- પાકિસ્તાનમાં મુસાફરો ભરેલી ટ્રેન હાઇજેક કરવામાં આવી
- બલુચ લીબરેશન આર્મીના આંતકવાદીઓએ જવાબદારી લીધી
- ટ્રેન હાઇજેક કર્યા બાદ બલુચ લીબરેશન આર્મીની પાકિસ્તાનને ધમકી
- સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો બંધકોને મારી નાખશે
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બલૂચિસ્તાનના માચ વિસ્તારમાં મંગળવારે પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ ટ્રેન પર સશસ્ત્ર લોકોએ હુમલો કર્યો હતો. આ ટ્રેન સવારે 9 વાગ્યે ક્વેટાથી રવાના થઈ હતી. ટ્રેનના 9 કોચમાં 450થી વધુ મુસાફરો છે. રજા પર ઘરે જઈ રહેલા પાકિસ્તાની સેનાના જવાનોએ ટ્રેનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બલૂચ બળવાખોરોએ 6 સૈનિકોને મારી નાખ્યા હતા.
આ પણ ખાસ વાંચો:
બંધકોમાં પાકિસ્તાન આર્મી, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLA એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ બદલો લેશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.
બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે હંમેશા અથડામણ જોવા મળે છે. બલૂચિસ્તાન સ્વતંત્રતા અથવા વધુ સ્વાયત્તતાની માંગ કરતા અલગતાવાદી જૂથો દ્વારા લાંબા સમયથી બળવો ચલાવી રહ્યાં છે. જો આપણે તાજેતરના વર્ષો પર નજર કરીએ તો, બલૂચિસ્તાનમાં સુરક્ષા દળો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકો પર વારંવાર હુમલા થયા છે.