Holi 2025: હોળી એ રંગોનો તેહવાર છે. હોળાષ્ટક શરુ થઇ ચુક્યા છે, હવે કે હોળી 14 માર્ચ કે પછી 15 માર્ચ કઈ તારીખે ઉજવાશે એ મુજવણમાં છે.
Holi 2025: ફાગણ માસમાં ઉજવાતા આ તેહેવારનું ખુબજ મહત્વ છે. હોળી રંગોનો તહેવાર હોવાથી દર વર્ષે લોકો ખુબજ ઉત્સાહ ભેર ઉજવતા હોય છે. આ તહેવારમાં પહેલા હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે.
Holi 2025
Holi 2025: હોળી ક્યારે છે?
આ વખતે હોલિકા દહન 13 માર્ચ, ગુરુવારે કરવામાં આવશે. આ વખતે હોલિકા દહનની તિથિ 13 માર્ચે સવારે 10.35 વાગ્યે શરૂ થશે અને તિથિ 14 માર્ચે બપોરે 12.23 વાગ્યે પૂરી થશે. હોલિકા દહનનો શુભ મુહૂર્ત 13 માર્ચે રાત્રે 11:26 વાગ્યે શરૂ થશે અને 14 માર્ચે રાત્રે 12:30 વાગ્યે સમાપ્ત થશે.
Holi 2025: હોળીકા દહન ક્યારે છે?
હોલિકા દહન મુહૂર્ત – રાત્રે 11:26 થી 11:59 વાગ્યે
ભદ્ર પુંછ – સાંજે 06:57 થી 08:14 રાત્રે
ભદ્ર મુખ – રાત્રે 08:14 થી રાત્રે 10:22
ભદ્રા સાથે પ્રદોષ દરમિયાન હોલિકા દહન
પૂર્ણિમા તિથિનો પ્રારંભ: 13 માર્ચ, 2025 ના રોજ સવારે 10:35 વાગ્યે
પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે 14 માર્ચ, 2025 ના રોજ બપોરે 12:23 વાગ્યે
હોળી એ ખુશીઓનો, આનંદ અને રંગોનો તહેવાર છે, આ રંગોનો તહેવારની વ્યક્તિ તે નાનો હોય કે પછી કોઈ મોટી ઉમરની વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી દરેક વ્યક્તિ આ તહેવારની આતુરતા પૂર્વક રાહ જોતો હોય છે. આ તહેવાર પર લોકો પોતાના દરેક મન મુટાવ ભૂલીને આ રંગોના તહેવારનો આનંદ માણતા હોય છે.
આ પણ ખાસ વાંચો:
હોળીનો તહેવાર પુરા ભારત દેશમાં ઉજવાતો તહેવાર છે. જે દરેક જગ્યાએ વિવિધ નામોથી ઓળખાતો હોય છે જેમ કે ફાગુઆ, હોળી, ધૂળેટી, રંગપંચમી હોળી, ધુલીવંદન, લઠમાર હોળી, ભગોરિયા વિગેરે નામોથી ઓળખવામાં આવે છે.
અસત્ય પર સત્યના વિજયની યાદમાં ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. રાક્ષસ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મોટો ભક્ત હતો, પરંતુ હિરણ્યકશ્યપને આ બિલકુલ ગમ્યું નહીં.
તેણે ભક્ત પ્રહલાદને ભગવાનની ભક્તિથી દૂર કરવાનું કામ તેની બહેન હોલિકાને સોંપ્યું હતું, હોળીકાને વરદાન હતું કે અગ્નિ તેના શરીરને બાળી શકશે નહીં. ભક્ત પ્રહલાદને મારવાના ઇરાદાથી હોલિકા તેને ખોળામાં લઈને અગ્નિમાં પ્રવેશી.
પરંતુ પ્રહલાદની ભક્તિની શક્તિ અને ભગવાનની કૃપાને કારણે હોલિકા પોતે અગ્નિમાં બળી ગઈ. આગમાં પ્રહલાદના શરીરને કોઈ નુકસાન થયું ન હતું. ત્યારથી હોળીનો આ તહેવાર ઉજવવામાં આવે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. LokGujarat.Com આની પુષ્ટિ કરતુ નથી. માત્ર ને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.