ભદ્રકાળી નગરયાત્રા: આજે 26 ફેબ્રુઆરી 2025 અમદવાદના 614માં સ્થાપના દિવસે પ્રથમ વખત નગરદેવી ભદ્રકાળી નગર યાત્રાએ નીકળ્યા છે. અને આજે મહાશિવરાત્રીનો પર્વ પણ ઉજવવામાં આવી રહ્યો છે.
ભદ્રકાળી નગરયાત્રા: આજે 614 વર્ષ પછી નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નિકળ્યા છે. અમદાવાદમાં રેહતા લોકોએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે, પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યા છે.
ભદ્રકાળી નગરયાત્રા – અમદાવાદ સ્થાપના દિવસ
આજના દિવસે રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 6.25 કિલોમીટરની લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાય છે. અને વિવિધ જગ્યાઓ પર તેનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ સાથે આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે.
સવારે 7.30 કલાકે નગરદેવી ભદ્રકારી માતાની નગરયાત્રાનો પ્રારંભ. સવારે 7.45 કલાકે યાત્રા મંદિર પરિસરમાં હશે. ત્યારબાદ સવારે 8 કલાકે ત્રણ દરવાજા, 8.30 કલાકે માણેકચોક, 9 વાગ્યા અમદાવાદ મહાનગર પાલિકા ઓફિસ, 9.30 કલાકે ખમાસા રોડ, 10 વાગ્યે જબલપુર જગન્નાથ મંદિર, 11 કલાકે સાબરમતી રિવરફ્રંટ પાસે, 11.30 કલાકે રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, 12 કલાકે લાલ દરવાજા વસંત ચોક, 12.30 કલાકે લાલ દરવાજા વીજળી ઘર અને 12.45 કલાકે બહુચર માતા મંદિર ભદ્ર પરિસરમાં નગરયાત્રા સંપન્ન થશે.
આ પણ ખાસ વાંચો:
26મી ફેબ્રુઆરીએ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનો 614મો જન્મદિવસ છે. અમદાવાદ ભારતનું પહેલું શહેર છે જેને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે. ત્યારે અમદાવાદના જન્મ દિવસે જ માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળી છે.