HomeGujaratAhmedabadઅમદાવાદ સ્થાપના દિવસ: આજે અમદાવાદ મનાવી રહ્યો છે 614મો સ્થાપના દિવસ

અમદાવાદ સ્થાપના દિવસ: આજે અમદાવાદ મનાવી રહ્યો છે 614મો સ્થાપના દિવસ

અમદાવાદ સ્થાપના દિવસ: 26 ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઇ હતી. અને આજે અમદાવાદ શહેર તેનો 614મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે.

અમદાવાદ સ્થાપના દિવસ: Ahmedabad Foundation Day – અમદાવાદ શહેર સાબરમતી નદી કાંઠે વસેલું શહેર છે, અને તે 1000 વર્ષથી વધુ જુનો ઈતિહાસ ધરાવતું ગુજરાત રાજ્યુંનું સૌથી મોટું શહેર છે. અમદાવાદ 1960 થી 1970 સુધી ગુજરાત રાજ્યની રાજધાની હતું. હાલ ગુજરાતની રાજધાની ગાંધીનગર છે.

અમદાવાદ સ્થાપના દિવસ – Ahmedabad Foundation Day

અમદાવાદ સ્થાપના દિવસ કઈ તારીખે છે?

26 ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઇ હતી. અને આજે અમદાવાદ શહેર તેનો 614મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે.

અમદાવાદ શહેરનું નામ કોના પરથી રાખવામાં આવ્યું હતું?

શહેરની સ્થાપના 1411 માં ગુજરાતના સુલ્તાનની રાજધાની તરીકે કરવામાં આવી હતી, જેનુ નામ સુલ્તાન અહમદ શાહ પરથી રાખવમા આવ્યુ છે.

અમદાવાદમાં જોવા લાયક સ્થળો કયા છે?

અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ઇમારતો, મંદિર મસ્જિદ, સંગ્રહાલય સહિત જોવાલાયક ઘણા ઐતિહાસિક અને આધુનિક સ્થળો છે. સીદી સઇદ જાળી, સાબરમતી રિવરફ્રન્ટ,  કાંકરિયા તળાવ, નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર, સાયન્સ સિટી, અમદાવાદના દરવાજાઓ, અમદાવાદની પોળો, સરખેજ રોજા, સાબરમતી સત્યાગ્રહ આશ્રમનો જોવા લાયક સ્થળોમાં સમાવેશ થાય છે. હાલમાં અટલ બ્રીજ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

તેમજ વૈષ્ણવદેવી મંદિર, ઇસ્કોન મંદિર પણ પ્રવાસીઓ આકર્ષણ માટે પ્રસિદ્ધ છે. લોથલ, અદાલજનું પગથિયું અને અક્ષરધામ મંદિર પણ નજીકમાં ખૂબ જાણીતું પર્યટન સ્થળ છે. ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પણ અમદવાદમાં જ આવેલું છે.

તેમજ વર્ષની અંદર અનેક ઇવેન્ટ તૈયાર કરવામાં આવે છે જેમાં ફ્લાવર શો મુખ્યત્વે ખુબજ આકર્ષક જોવા મળેશે.

પુરાતત્વીય પુરાવા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદની આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની વાર્તા શરુ થઇ ત્યાર બાદ સમયનું ચક્ર આગળ વધ્યું , ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યાને પસંદ કરી. તેનું નામ આપ્યું ‘અહમદાબાદ’ અને સમય જતાં તે અપભ્રંશ થઈને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું.

આ પણ ખાસ વાંચો:

ગુજરાત પ્રદેશમાં અમદાવાદ સૌથી મહત્વપૂર્ણ શહેર રહ્યું. શહેરએ પોતાને એક બૂમિંગ ટેક્સટાઇલ ઉદ્યોગનું ઘર બનાવ્યું, જેણે “ધી માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા” નું ઉપનામ મેળવ્યું. સાલ 1960 માં ગુજરાત રાજ્યની રચના સાથે, અમદાવાદ શહેરે રાજ્યની રાજકીય અને વ્યાપારી રાજધાની તરીકે મહત્ત્વ મેળવ્યું. એક્વાર ધૂળવાળાં રસ્તાઓ અને ગીચ સ્થાનો ધરાવતુ શહેર, આજના મુખ્ય બાંધકામ અને વસ્તી વધારોનુ સાક્ષી છે.

શિક્ષણનું વધતું કેન્દ્ર, માહિતી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઉદ્યોગો સાથે, અમદાવાદ ગુજરાતનું અને પશ્ચિમ ભારતનું મોટાભાગનું સાંસ્કૃતિક અને વ્યાપારીહ્રદય કેન્દ્ર છે. સાલ 2000 થી, શહેર ગગનચુંબી ઇમારતો, શોપિંગ મોલ્સ અને મલ્ટિપ્લેક્સીસના નિર્માણ દ્વારા પરિવર્તિત થયું છે.

એક પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર બોટાદ જીલ્લાના બરવાલા તાલુકાના સારંગપુરમાં પણ આવેલું છે, જે અમદાવાદ અને ભાવનગરના ભાગોમાંથી એક નવો બનાવેલા જિલ્લો છે. નલસરોવર તળાવ પણ જાણીતુ બર્ડ અભયારણ્ય છે જ્યાં મધ્ય એશિયાના સ્થળાંતરિત પક્ષીઓ દર વર્ષે શિયાળાના મોસમમાં આવે છે, જે અમદાવાદ જીલ્લામાં આવેલું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments