Australia Vs South Africa: Champions Trophy 2025 માં આજે રમાનાર ઓસ્ટ્રેલીયા સાઉથ આફ્રિકા મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી. બંને ટીમને એક એક પોઈન્ટ આપવામાં આવ્યો છે.
Australia Vs South Africa: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આજે ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રાવલપીંડી ખાતે રમાવાની હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી છે અને બંને ટીમને એક – એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો છે.
Champions Trophy 2025 – Australia Vs South Africa Match
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ જોવા માટે દર્શકોમાં ઘણો ઉત્સાહ હતો, પરંતુ આ મેચ સતત વરસાદને કારણે સત્તાવાર રીતે ધોવાઈ ગઈ છે. અમ્પાયરે નિર્ણય લેવા માટે લાંબા સમય સુધી રાહ જોઈ હતી પરંતુ છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદ પડી રહ્યો હોવાથી તેમને કોઈ સકારાત્મક સંકેત મળ્યો ન હતો. ટોસ બપોરે 2 વાગ્યે થવાનો હતો પરંતુ સ્ટેડિયમમાં હળવો વરસાદ પડતાં તેમાં વિલંબ થયો હતો.
આ પણ ખાસ વાંચો:
આ મેચ રદ થતા ક્રિકેટ રસિકો નિરાશ થયા છે, કારણકે આ બંને ટીમો સારી હોવાથી મેચ જોવાની મજા આવતી હોય છે. અને બીજું એ પણ કારણ છે કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં રોમાંચ જોવા મળતો હોય છે. અને આજે પણ એવું જ બની શક્યું હોત જો વરસાદ વિલન ના બન્યો હોત તો.
ઓસ્ટ્રેલીયા Vs સાઉથ આફ્રિકા
દક્ષિણ આફ્રિકાએ પોતાની ટુર્નામેન્ટની શરૂઆત અફઘાનિસ્તાન પર 107 રનથી જીત મેળવીને કરી હતી, જેમાં તેમનો સ્કોર 315/6 હતો. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ પોતાના અભિયાનની શરૂઆત તેમના અત્યાર સુધીના સૌથી સફળ રન ચેઝને પૂર્ણ કરીને કરી હતી અને તેને સરળ બનાવ્યું હતું.
હવે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલીયા બંને ટીમો ત્રણ – ત્રણ પોઈન્ટ સાથે છે, જેમાં સાઉથ આફ્રિકાની રનરેટ સારી હોવાથી પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબર પર છે જયારે ઓસ્ટ્રેલીયા ટીમ બીજા ક્રમાંક પર છે. હવે ગ્રુપ B માં સેમીફાઈનલમાં કોણ પહોચે છે તે હજી રાહ જોવી પડશે.
ગ્રુપ B માં ઇંગ્લેન્ડ અને અફઘાનીસ્તાન આ બંને ટીમની હજી બે – બે મેચ બાકી છે, જેમાં ઇંગ્લેન્ડને આફ્રિકા અને અફઘાનિસ્તાન સાથે મેચ રમવાની બાકી છે, જયારે અફઘાનિસ્તાન ને ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેન્ડ સાથે મેચ રમવાની બાકી છે. આ બને ટીમ પોતાની પ્રથમ મેચ હારી ગયું છે. એટલે કે તેમના પોઈન્ટ હજી ઝીરો છે.