HomeBusinessFASTag New Rules: FASTag ના નવા નિયમ જાણી લેજો, નહિંતર ચૂકવવો પડશે...

FASTag New Rules: FASTag ના નવા નિયમ જાણી લેજો, નહિંતર ચૂકવવો પડશે ડબલ ટોલ ટેક્સ

FASTag New Rules: 17 ફેબ્રુઆરી 2025 થી FASTag ના નિયમો બદલાઈ રહ્યા છે. FASTag ના નવા નિયમ જાણી લેજો, નહિંતર ચૂકવવો પડશે ડબલ ટોલ ટેક્સ.

FASTag New Rules: 17 ફેબ્રુઆરી 2025 થી FASTag બેલેન્સ માટેના નવા નિયમો ટોલ વ્યવહારોને સરળ બનાવશે અને છેતરપિંડી અટકાવશે. નવા નિયમો અનુસાર, ફાસ્ટેગ બેલેન્સ વેલિડેશનમાં બે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેના વિશે વપરાશકર્તાઓ માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

FASTag નવા નિયમ

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગને લઈ મોટો બદલાવ કર્યો છે. આ નિયમ એવા દરેક વાહન પર લાગુ થશે જેના પર ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરેલું હવે. શું કહે છે આ નવો નિયમ આવો તે વિશે જાણવાનો પ્રયાસ કરીએ. જો તમે તમારું વાહન લઇને ટોલ પ્લાઝા પર પહોંચો છો અને ત્યાં ટેગ રીડ કર્યા બાદથી 60 મિનિટથી વધુ સમય સુધી ટેગ બ્લેકલિસ્ટ છે તો પેમેન્ટ થશે નહીં. એટલું જ નહીં, જો ટેગ રીડ કર્યાના ઓછામાં ઓછા 10 મિનિટ પહેલા સુધી બ્લેકલિસ્ટ રહેશે તો પણ પેમેન્ટ થશે નહી. જોકે, નવા નિયમો હેઠળ યુઝર્સને તેમના ફાસ્ટેગ સ્ટેટસને સુધારવા માટે 70 મિનિટનો સમય મળશે.

FASTag New Rules

FASTag ના નવા નિયમ ક્યા છે?

NPCI ના પરિપત્રમાં આપેલી માહિતી મુજબ, જો ટોલ પર ફાસ્ટેગ રીડના 60 મિનિટ પહેલા સુધી જો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ છે તો ટોલ પ્લાઝા પર પેમેન્ટ નહીં થાય. એટલું જ નહીં, જો રીડના 10 મિનિટ બાદ પણ જો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરાઈ હશે તો પણ ટોલ પ્લાઝા પર પેમેન્ટ રિજેક્ટ થઈ જશે.

મતલબ કે, ફાસ્ટેગ સ્ટેટસ પર 70 મિનિટની કેપ લગાવવામાં આવી રહી છે. સરળ ભાષામાં સમજવું હોયતો કેટલાક લોકો ફાસ્ટેગ આવ્યાના થોડા સમય પહેલાં જ રિચાર્જ કરાવે છે પરંતુ હવે છેલ્લી ઘડીએ ફાસ્ટેગ રિચાર્જ કરવાથી કંઈ નહીં થાય.

આ સ્થિતિમાં જો ટોલ પ્લાઝા પર પેમેન્ટ રિજેક્ટ થાય છે તો તમને બે ગણો ટોલ ચૂકવવો પડશે. જો તમે બમણો ટોલ ચૂકવવાથી બચવા માંગતા હોવ તો ઘરેથી નીકળતા પહેલા જ તમારા ફાસ્ટેગને રિચાર્જ કરો અને પ્રયાસ કરો કે તમારુ ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં ન આવે.

આ સિવાય જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ છે. પરંતુ જો તમે ટેગ રીડ થવાના 60 મિનિટની અંદર અથવા રીડ થવાના 10 મિનિટની અંદર તેને રિચાર્જ કરો છો તો તમને લાભ મળશે. આ સમય દરમિયાન તમારું પેમેન્ટ રિસીવ થઇ જશે અને તમારી પાસેથી નોર્મલ ચાર્જ વસૂલવામાં આવશે.

આ પણ ખાસ વાંચો:

તમારું FASTag બ્લેકલિસ્ટિંગ ઘણા કારણોસર થઈ શકે છે ઓછું બેલેન્સ, KYC અપડેટ થયું ન હોય, RTO રેકોર્ડ મુજબ વાહનની વિગતો ઉપલબ્ધ ન હોય. આ પરિપત્રમાં NPCI એ બે સમય મર્યાદા વિશે માહિતી આપી છે. રીડર રીડ સમયના 60 મિનિટ પહેલા અને રીડર રીડ સમયના 10 મિનિટ પછી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments