HomeGujaratશ્રવણ તીર્થ દર્શન યોજના: શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ કરો યાત્રાધામના દર્શન

શ્રવણ તીર્થ દર્શન યોજના: શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ કરો યાત્રાધામના દર્શન

શ્રવણ તીર્થ દર્શન યોજના: ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’નો અત્યાર સુધી રાજ્યના 1.5 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો લાભ. “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકારે 1 મે 2017એ શુભારંભ કરાયો હતો.

શ્રવણ તીર્થ દર્શન યોજના: રાજ્યના વરિષ્ઠ નાગરિકો વિવિધ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકે તે માટે ગુજરાત સરકારે શ્રવણ તીર્થ દર્શન યોજના શરૂ કરી હતી. અત્યાર સુધી 1.5 લાખ કરતા વધુ નાગરિકોએ આ યોજનાનો લાભ લીધો છે. શું તમે આ યોજના વિષે જાણો છો અથવા તો આ યોજનાનો કઈ રીતે લાભ લઇ શકાય ચાલો જાણીએ સંપૂર્ણ જાણકારી.

શ્રવણ તીર્થ દર્શન યોજના

ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકાર દ્વારા તા.01 મે 2017ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે.

આ યોજનાનો લાભ ગુજરાતના યાત્રાધામોના 3 રાત અને 3 દિવસ એમ 72 કલાક અથવા 2,000 કિ.મી સુધીની પ્રવાસની મર્યાદામાં મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે, વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં. ઓછામાં ઓછા 27 યાત્રાળુઓએ યાત્રા માટે સમૂહમાં અરજી કરવાની રહેશે.

આ પણ ખાસ વાંચો:

આ યોજનામાં STની નોન એ.સી. સુપરબસ, STની નોન એ.સી મીની બસ, STની નોન એ.સી. સ્લીપર કોચનું ભાડું અથવા જો ખાનગી બસ ભાડે કરી હોય તો ખાનગી બસનું ભાડાની 75 ટકા રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં 27થી 35 યાત્રાળુઓ સુધી મીની બસનું તથા 36થી 56 યાત્રાળુઓ સુધી એક્સપ્રેસ-સુપરબસનું ભાડું મળવાપાત્ર છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે એક દિવસના જમવાના 50 રૂપિયા અને રહેવાના 50 રૂપિયા એમ કુલ 100 રૂપિયા અને વધુમાં વધુ 300 રૂપિયાની મર્યાદામાં ચૂકવાશે. યાત્રાળુઓએ યાત્રા પૂર્ણ કર્યાના 2 માસમાં આધાર-પૂરાવા રજૂ કરવાના રહેશે. યોજના વિશે વધુ માહિતી યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ https://yatradham.gujarat.gov.in પરથી મળશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે ઓફિશ્યલ વેબસાઈટ https://yatradham.gujarat.gov.in/ છે.

શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ લેવા કેટલા વ્યક્તિનો સમૂહ હોવો જોઈએ?

આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે, વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં. ઓછામાં ઓછા 27 યાત્રાળુઓએ યાત્રા માટે સમૂહમાં અરજી કરવાની રહેશે.

શ્રવણ તીર્થ દર્શન યોજનામાં શું લાભ મળેશે?

આ યોજનામાં STની નોન એ.સી. સુપરબસ, STની નોન એ.સી મીની બસ, STની નોન એ.સી. સ્લીપર કોચનું ભાડું અથવા જો ખાનગી બસ ભાડે કરી હોય તો ખાનગી બસનું ભાડાની 75 ટકા રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં 27થી 35 યાત્રાળુઓ સુધી મીની બસનું તથા 36થી 56 યાત્રાળુઓ સુધી એક્સપ્રેસ-સુપરબસનું ભાડું મળવાપાત્ર છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે કઈ રીતે અરજી કરી શકાય?

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે ઓનલાઈન અરજી અથવા તો તમે ઓફલાઈન અરજી પણ કરી શકાય છે

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે ઓનલાઈન અરજી કરવાની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

ઓફિશ્યલ વેબસાઈટ https://yatradham.gujarat.gov.in/ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments