Ind Vs Eng 1st ODI Live Score: ભારત Vs ઈંગ્લેન્ડ 3 વનડે મેચની સીરીઝની પ્રથમ મેચ આજે 1:30 વાગ્યેથી નાગપુર ખાતે રમાશે. જાણો લાઇવ સ્ટ્રીમીંગની સંપૂર્ણ જાણકારી અહીંથી.
Ind Vs Eng 1st ODI Live Score: આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથ વનડે મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં 1:30 વાગ્યેથી શરુ થશે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ વનડે શ્રેણીમાં વરુણ ચક્રવતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એ જોવાનું રહ્યું કે તે પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન મેળવી શકે છે કે નહિ.
નાગપુરમાં ત્રણ મેચની શ્રેણીની પહેલી વનડેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને ભારત સામે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ સમયે, ભારતના કેપ્ટન રોહિત શર્માએ જાહેરાત કરી હતી કે યજમાન ટીમ તેમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિના રમશે કારણ કે તે ઈજાગ્રસ્ત થયો છે.
Ind Vs Eng 1st ODI Live Score
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. આ મેચ લાઇવ સ્ટ્રીમિંગ માટે ડિઝની+ હોટસ્ટાર પર ઉપલબ્ધ રહેશે.
આ પણ ખાસ વાંચો:
આ પેહલા ઇંગ્લેન્ડની ટીમ T20 સીરીઝ ગુમાવી ચુકી છે, અને હવે તેનું લક્ષ્ય આ વનડે શ્રેણીમાં પોતાનું પ્રદર્શન સુધારીને શ્રેણી જીતવા પર ફોકસ કરશે. વનડે શ્રેણીમાં ફરી એકવાર રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા જોવા મળશે. જો કે આ બન્ને ક્રિકેટરોએ રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો, પરંતુ પોતાનું ફોર્મ પાછુ મેળવવામાં નિષ્ફળ ગયા હતા. હવે એ જોવાનું રહ્યું કે આ સીરીઝમાં તેઓ પોતાના ફોર્મમાં પાછા ફરે છે કે નહિ.
ઇંગ્લેન્ડ સામેની 1st ODI ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી,
ભારત લગભગ 200 દિવસના અંતરાલ પછી ODI માં વાપસી કરી રહ્યું છે. આ મેચનું ધ્યાન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફોર્મ પર રહેશે. તાજેતરના મહિનાઓમાં ટી20માંથી નિવૃત્તિ લીધા પછી અને લાલ બોલ સામે ખૂબ જ સંઘર્ષ કર્યા પછી, ભારતીય બેટ્સમેનોની આ જોડી પર ઉંમરનો પ્રભાવ પડ્યો છે કે કેમ તે અંગે ઘણી ચિંતા છે. ટેસ્ટ ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં થયેલા પરાજય અને રણજી ટ્રોફીમાં વાપસી પર બે નિષ્ફળતાઓએ તેમના ફોર્મને ભૂતકાળ કરતાં વધુ સ્પષ્ટ કરી દીધું છે.