8th Pay Commission: કેન્દ્ર સરકારે 8માં વેતન પંચને મંજૂરી આપવામાં આવી છે. 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થઈ શકે છે. જાણો આઠમું પગાર પંચ અમલમાં આવ્યા બાદ કેવું હશે પગાર માળખું?
8th Pay Commission: અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની રચના કરવાની મંજૂરી આપવામાં આવી છે. 8મા પગાર પંચની રચનાથી કેન્દ્ર સરકારના 48.67 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
8th Pay Commission: જાણો આઠમું પગાર પંચ અમલમાં આવ્યા બાદ કેવું હશે પગાર માળખું?
જો ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારો કરવામાં આવે તો તે 2.57 થી વધારીને 2.86 થઈ શકે છે, જેના કારણે કર્મચારીઓના મૂળ પગારમાં મોટો વધારો થઈ શકે છે.
ઉદાહરણ તરીકે જો ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરવામાં આવે છે, તો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર રૂ. 18,000 થી વધીને રૂ. 51,480 થઈ શકે છે. જ્યારે પેન્શનધારકો માટે પેન્શન 9000 રૂપિયા પ્રતિ માસથી વધીને 25740 રૂપિયા પ્રતિ માસ લઘુત્તમ બેઝિક પેન્શન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના સંશોધિત મૂળભૂત પગાર અને પેન્શન નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે.
આ પણ ખાસ વાંચો:
- 8th pay Commission: આઠમું પગાર પંચ મંજૂર, જાણો ક્યારથી લાગુ થશે,
- GPSC Exam Calendar 2025: GPSC ભરતી કેલેન્ડર 2025 જાહેર, 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે હાલમાં જણાવ્યું હતું કે, 8મા પગાર પંચની ભલામણો 2025 ના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને 2026 ની શરૂઆતથી તેને અમલમાં મૂકવામાં આવી શકે છે.
અગાઉ શિવ ગોપાલ મિશ્રાએ સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. જે આઠમા પગાર પંચમાં વધી 2.86 થઈ શકે છે. જે હેઠળ બેઝિક પગાર 186 ટકા વધવાનો અંદાજ હતો. જો કે, ગર્ગે જણાવ્યું હતું કે, ફિટમેન્ટ ફેક્ટરમાં વધારા મુદ્દે અંતિમ નિર્ણય નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટન્ટેટિવ મશીનરી (એનસી-જેસીએમ)નો રહેશે..
ગયા મહિને કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આજીવન ગેરંટીવાળી પેન્શન યોજના છે. જો કે, કેન્દ્રીય કર્મચારીઓ પાસે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. એનપીએસથી વિપરીત યુપીએસમાં કેન્દ્રીય કર્મચારીઓને નિશ્ચિત પેન્શનની ખાતરી મળે છે. આ પેન્શન નિવૃત્તિ પહેલાંના 12 મહિનામાં પ્રાપ્ત સરેરાશ માસિક પગારના 50 ટકા જેટલું છે.